ચીની ચીનાઓથી ભારતના ચીનાઓ કેમ ડરે છે?

ચીની માઓવાદી સરકાર આખી દુનિયાને ગુલામ બનાવવા માગે છે. તે લશ્કરી રીતે કોઇની સામે જીતી શકે તેમ નથી એટલે તેણે વાયરસ તેમજ આર્થિક તબાહીનો રસ્તો અખત્યાર કર્યો છે. દક્ષિણ એશિયામાં ભારત સૌથી સબળ હરીફ છે તેથી ચીના બે તરફી હુમલા કરી રહ્યા છે

  • અલકેશ પટેલ

બદમાશ ચીનને કારણે ભારતની લદાખ સરહદે છેલ્લા ઘણા સમયથી તંગદિલી છે. એડોલ્ફ હિટલર કરતાં 10 ગણા વધુ હિંસક એવા માઓએ 1950ના દાયકામાં ચીનમાં હિંસક બળવો કરી સત્તા હાંસલ કરી ત્યારથી ત્યાંના હિંસાખોર સામ્યવાદી શાસકો નથી પોતાની પ્રજાને મુક્ત રીતે જીવવા દેતા કે નથી પાડોશી દેશોને શાંતિથી રહેવા દેતા. બે વર્ષ પહેલાં ડોકલામ સરહદે અને હાલ લદાખ સરહદે જે તંગદિલી છે તે ચીની શાસનની હિંસાખારો – વિસ્તારવાદી નીતિનું પરિણામ છે. બંને દેશ વચ્ચે યુદ્ધ થવાની શક્યતા તો તદ્દન નહિવત્ છે, પરંતુ મનોવૈજ્ઞાનિક અને આર્થિક યુદ્ધ શરૂ થઈ ગયું છે.

આ તબક્કે બધા ઇતિહાસની વાત કરવાનો અર્થ નથી, પરંતુ હવે જો ચીનને પાઠ નહીં ભણાવીએ તો એ દેશ ભારતને કદી શાંતિથી જીવવા નહીં દે. ભારતની વર્તમાન સરકાર અને ભારતીય લશ્કર બંને લશ્કરી રીતે તો ચીનને પહોંચી વળશે એમાં કોઈએ રતિભાર શંકા રાખવાની જરૂર નથી. પણ મુદ્દો એ છે કે કદી કોઈ યુદ્ધ કે કોઈ સંઘર્ષ કોઈપણ શાસન અથવા લશ્કર એકલાથી જીતી ન શકાય. એ માટે પ્રજાનો પૂરો સહકાર જોઇએ.

આ દેશની કમનસીબી છે કે ચીની વસ્તુઓના બહિષ્કારના એલાનની સામે પણ કેટલાક લોકો સવાલ ઉઠાવે છે. એ લોકોએ એમ માની લીધું છે કે ચીન વિના આપણો ઉદ્ધાર જ નથી. અલબત્ત, કેટલાક વિદ્વાનો ખૂબ જ તર્કબદ્ધ રીતે સમજાવી રહ્યા છે કે આપણે કેવી તબક્કાવાર રીતે ચીની ડ્રેગનના સકંજામાંથી છૂટી શકીએ. છતાં દેશવિરોધી લાગણીથી પીડાતા કેટલાક લોકો અપપ્રચાર કરી રહ્યા છે. તમારા પોતાના ઉપર વિશ્વાસ રાખો, કેમ કે બહિષ્કારને કારણે ચીના હલબલી ગયા છે અને ત્યાંનું સત્તાવાર (સરકારી) મીડિયા ગ્લોબલ ટાઇમ્સ છેલ્લા કેટલાય દિવસથી આ વિષય ઉપર સાઇકોલોજીકલ ગેમ રમી રહ્યું છે. (આ રહ્યો તેનો પુરાવો)

ચીની સામાનના બહિષ્કારને એક તરફ ઘણી મોટી સંખ્યામાં લોકો સમર્થન આપી રહ્યા છે તેવા સમયે ભારતીય ક્રિકેટના સંગઠન બોર્ડ ઑફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઈન્ડિયા (બી.સી.સી.આઈ)એ એવું બેહુદુ નિવેદન કર્યું હતું કે, ચીન તો આપણી આઈપીએલને સ્પૉન્સર કરે છે અને તેથી આપણને આવક થાય છે એટલે બહિષ્કાર કરવાની જરૂર નથી. કેટલાક રાષ્ટ્રવાદી નાગરિકોએ ટીવી ચૅનલોને તેમજ ફિલ્મી નટ-નટીઓને (આવો શબ્દ ઇરાદાપૂર્વક લખું છું) તેમના ચીની વસ્તુઓની જાહેરાત કરવાના કોન્ટ્રેક્ટ રદ કરવા અપીલ કરી છે.

આ સમગ્ર મામલામાં સમજવાનું એ છે કે, ચીની માઓવાદી સરકાર આખી દુનિયાને ગુલામ બનાવવા માગે છે. આ માટે તે લશ્કરી રીતે કોઇની સામે જીતી શકે તેમ નથી. અને એટલે તેણે આર્થિક રસ્તો અખત્યાર કર્યો છે. ચીની કોરોના ફેલાયો ત્યાર પછી દુનિયાના અનેક દેશોને ભાન થયું કે તેમના દેશની કેવી કેવી સંસ્થાઓ તથા કંપનીઓ ઉપર ચીનાઓએ કબજો કરી લીધો છે!

આ ચાલ ભારતે સમજવાની જરૂર છે. જો કોઈ વ્યક્તિ કે સંસ્થા તમને આર્થિક મદદ કરે અથવા તમારા ધંધા-રોજગાર માટે ઉદારપણે પૈસા આપે તો તમને ખ્યાલ આવવો જોઇએ કે ભવિષ્યમાં એ વ્યક્તિ કે સંસ્થા તમારી બાબતોમાં દખલ કરશે. અને તમે જો તેને શરણે નહીં થાવ તો તમને આર્થિક રીતે બરબાદ કરી નાખશે. હિંસાખોર માઓવાદી ચીન આવી ચાલ ચાલી રહ્યું છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા જેવા દેશો પણ અજાણતા આ ચીની ચાલમાં ફસાયા છે એ ચીની કોરાના ફેલાયો પછી બધાને ખ્યાલ આવ્યો. દુનિયાના એ શક્તિશાળી દેશો તો પોતપોતાની રીતે ચીન સાથે બદલો લેશે, પણ ભારત માટે યોગ્ય સમયે સાવધાન થવાની તક છે.

અહીં બીજી એક ખાસ વાત એ સમજવાની છે કે, દક્ષિણ એશિયામાં ચીની દાદાગીરી, ચીની વિસ્તારવાદ અને ચીની આર્થિક આક્રમણનો મુકાબલો કરી શકે એવો એકમાત્ર દેશ ભારત છે. અને તેથી હિંસાખોર ચીના બે રીતે ભારત ઉપર હુમલા કરી રહ્યા છેઃ એક તો કોરોના ફેલાવીને અને બીજું સરહદે તંગદિલી પેદા કરીને.

થોડા સમય પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત અને વોકલ ફૉર લોકલની જે હાકલ કરી હતી તેની પાછળની દીર્ઘદૃષ્ટિ છે. ભારતના અત્યાર સુધીના ઇતિહાસના સૌથી ચતુર અને બાહોશ વડાપ્રધાન મોદી વુહાન કોરોના વાયરસને કારણે દુનિયાને જે નુકસાન થયું એ સાથે જ સમજી ગયા કે હવે ચીનને તેનું સ્થાન બતાવી દેવાની જરૂર છે. જોકે, આંતરરાષ્ટ્રીય કૂટનીતિનાં કારણોસર તેઓ સીધે સીધો ચીની સામાન કે ચીની મૂડીરોકાણનો બહિષ્કાર કરી ન શકે, અને તેથી જ આત્મનિર્ભર ભારત તથા વોકલ ફૉર લોકલ જેવાં સૂત્ર આપણને આપ્યાં.

કોરોના વાયરસનો ફેલાવો કર્યા પછી ચીને અનેક દેશો સાથે દુશ્મની વહોરી લીધી છે. માઓવાદી ચીના એમ માનતા હતા કે દુનિયાને ખબર નહીં પડે પરંતુ તેની એ માન્યતા ખોટી પડી અને વાયરસ ફેલાવવાનું તેના કાવતરું ઉઘાડું પડી ગયું. ચીને કોરોના વાયરસ ઇરાદાપૂર્વક ફેલાવ્યો છે એ વાત સમજવી હોય તો એટલા પરથી સમજી શકાય કે, ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોની આર્થિક રાજધાનીઓમાં આ વાયરસે સૌથી વધુ હાહાકાર મચાવ્યો છે. ભારતમાં મુંબઈ, અમેરિકામાં ન્યૂયોર્ક, દક્ષિણ કોરિયામાં સિઓલ, ઇટલીના લોમ્બાર્ડિ અને વેનેટો, બ્રાઝિલમાં સાઉ પૌલો. જે દેશમાં ચીની કોરોનાની અસર ચકાસશો ત્યાં એ દેશની આર્થિક રાજધાની સ્પષ્ટ દેખાશે. આને કાવતરું ન કહેવાય તો બીજું શું કહેવાય!?

આ સ્થિતિ પારખી ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર થવાની હાકલ કરી છે તેની પાછળ ઘણી લાંબી દૃષ્ટિ છે. ચીની સામાનના જોરે તથા ચીની નાણાના જોરે પૈસા કમાવવાની લાલચ રાખવાથી લાંબાગાળે ગુલામ બની જવાનું જોખમ રહેલું છે અને તેથી લોકલ માટે વોકલ બનવામાં જ સલામતી છે.

દુનિયાના મોટાભાગના દેશમાં બે પ્રકારના લોકો યુદ્ધ કે આપત્તિના સમયમાં ત્યાંની સરકારને સહકાર આપતા નથી – એ બે પ્રકારના લોકો છે એક, સામ્યવાદીઓ-માઓવાદીઓ અર્થાત ડાબેરીઓ અને બીજા, “જેહાદીઓ”. ભારત પણ તેમાંથી બાકાત નથી. અહીં ડાબેરીઓ તેમજ ભારતને નફરત કરતા “જેહાદીઓ” બદમાશીપૂર્વક તર્ક ફેલાવીને ભ્રમ ઊભો કરશે. અને તેમના આ પ્રયાસમાં મીડિયાક્ષેત્રના, શિક્ષણક્ષેત્રના, મનોરંજન (ફિલ્મ-નાટક) ક્ષેત્રના અર્બન નક્સલીઓ જોડાશે. ભારતીય નાગરિકોનો ઘણો મોટો વર્ગ આવા અર્બન નક્સલીઓથી પ્રભાવિત છે જેઓ ચીન દ્વારા આડકતરી કે સીધી રીતે મળતા નાણાના જોરે ભારતને નબળો પાડવા સક્રિય છે.

આવા લોકો હકીકતે ભારતમાં રહેતા ચીના છે, જે ભારત નબળો પડે તેમાં ખુશ થાય છે. અને એટલે ચીની સામાનના બહિષ્કારના એલાનથી, ચીનના આર્થિક બહિષ્કારના એલાનથી આ ભારતીય ચીના ગભરાયેલા છે, કેમ કે એમ કરવામાં એમની દુકાનો બંધ થઈ જવાનું જોખમ છે. વિચારવાનું નાગરિકોએ છેઃ ચીની સામાનનો તબક્કાવાર બહિષ્કાર કરીને આત્મનિર્ભર બની ગૌરવભેર જીવવું છે કે પછી ડાબેરીઓ, અર્બન નક્સલીઓ, જેહાદીઓના પ્રભાવમાં આવીને આપણી પોતાની ભાવિ પેઢીનું હિત જોખમમાં મૂકવું છે!

એક છેલ્લી વાતઃ જ્યાં પણ, જ્યારે પણ કોંગ્રેસના કોઈ નેતા કે કોંગ્રેસી વિચારધારા ધરાવતા કોઈ મિત્ર મળે તો એમને એક સવાલ કરજો કે, કોંગ્રેસ પાર્ટીએ ચીનની સામ્યવાદી પાર્ટી સાથે કોઈ એમઓયુ (મેમોરેન્ડમ ઑફ અંડરસ્ટેન્ડિંગ – સમજૂતી) કર્યો છે કે કેમ? અને કર્યો છે તો તેની પાછળનો આશય શો છે? (https://www.opindia.com/2020/06/congress-ccp-deal-2008-mou-rahul-gandhi-sonia-doklam-ladakh/ )

2008ની સાત ઑગસ્ટે ચીનમાં ચીની સામ્યવાદી પક્ષના તે સમયના મહામંત્રી અને હાલના પ્રમુખ શી જિન પિંગ તથા કોંગ્રેસ પક્ષના તે સમયના મહામંત્રી રાહુલ ગાંધી વચ્ચે આ સમજૂતી (એમઓયુ) થયા ત્યારે રિમોટ વડાપ્રધાન શ્રી મનમોહનસિંહ તથા તેમના ચાલકબળ કોંગ્રેસ પ્રમુખ સૌનિયા ગાંધીની ઉપસ્થિતિ.

#નરેન્દ્ર_મોદી_સરકાર_2 – એક વિશિષ્ઠ વાર્તાલાપ

નરેન્દ્ર મોદી સરકારની બીજી મુદતના પ્રથમ વર્ષની પૂર્ણાહૂતિ નિમિત્તે એક કાલ્પનીક વાર્તાલાપ.
——————————-
🙆🏻‍♂️ લિબ્રાડુઃ તમારા મોદી તો કદી પ્રેસ કૉન્ફરન્સ કરતા જ નથી. આવું કેમ? એમનામાં હિંમત નથી?
🤔 જવાબઃ મોદી કોણ છે?
🙆🏻‍♂️ લિબ્રાડુઃ વડાપ્રધાન.
🤔 જવાબઃ વડાપ્રધાન માત્ર અમારા હોય કે આખા દેશના?
🙆🏻‍♂️ લિબ્રાડુઃ યા યા, ઓબ્વિયસલી, દેશના જ.
🤔 જવાબઃ ઠીક. – તો હવે મને કહો, તમને ખબર છે કે સંસદનું સત્ર ચાલુ હોય ત્યારે એ લાઇવ હોય છે?
🙆🏻‍♂️ લિબ્રાડુઃ હાસ્તો વળી. ખબર જ હોય ને.
🤔 જવાબઃ ઠીક છે. – તમને ખબર છે, સંસદની એ કાર્યવાહી દરમિયાન સરકારની તમામ કામગીરી વિશે શાસક પક્ષના સાંસદો તેમજ વિરોધ પક્ષોના સાંસદો સવાલ પૂછતા હોય છે.
🙆🏻‍♂️ લિબ્રાડુઃ યા યા, ઓબ્વિયસલી, ખબર છે.
🤔 જવાબઃ ઠીક છે. સરસ. તમે એ કાર્યવાહી જૂઓ છો?
🙆🏻‍♂️ લિબ્રાડુઃ નો નો, એ તો કંટાળાજનક હોય છે.
🤔 જવાબઃ એમ? ઓકે. તો મને કહો, આખા દેશમાં વિકાસના જેટલા કામો થાય છે તેના વિશે અખબારો, મેગેઝીન, ટીવી મીડિયામાં સમાચારો આવ્યા કરે છે?
🙆🏻‍♂️ લિબ્રાડુઃ યા યા, ઓબ્વિયસલી.
🤔 જવાબઃ સરસ. તો મને કહો, તમને દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં થઈ રહેલાં કામોની જાણકારી છે?
🙆🏻‍♂️ લિબ્રાડુઃ યા યા, ઓબ્વિયસલી. હું બધું જ ધ્યાન રાખું છે.
🤔 જવાબ. વેરી ગુડ. અચ્છા, સરકાર નિયમિત અંતરે રાહત પેકેજ જાહેર કરે છે તેની તમને ખબર છે?
🙆🏻‍♂️ લિબ્રાડુઃ ઓબ્વિયસલી યાર. એ તો ખબર જ હોયને!
🤔 જવાબઃ વેરી ગુડ. પણ તમને દેશમાં કાપડ ઉદ્યોગ ક્ષેત્રે થઈ રહેલી પ્રગતિ વિશે જાણકારી નહીં હોય.
🙆🏻‍♂️ લિબ્રાડુઃ અરે હોય કંઈ… મારી એના પર તો ચાંપતી નજર છે. સ્મૃતિ ઈરાની નાની અમથી ભૂલ કરે એની જ રાહ જોઉં છું. બરાબર ખબર લઈ નાખીશ.
🤔 જવાબઃ હમમ, એવું જ કરવું જોઇએ. પણ હજુ સુધી એવી ભૂલ કાઢવાની તક મળી નથી, ખરુંને?
🙆🏻‍♂️ લિબ્રાડુઃ હા યાર. બેડલક.🙆🏻‍♂️
🤔 જવાબઃ ઠીક છે. પણ મને ખાતરી છે કે, મોદી સરકારની વિદેશ નીતિ ઉપર તો તમારી નજર નહીં જ હોય?
🙆🏻‍♂️ લિબ્રાડુઃ અરે શું વાત કરો છો ભાઈ! વિદેશ નીતિ તો મારો ફેવરેટ વિષય છે. ભારતની વિદેશ નીતિ માટે તો દરેક ચૅનલ મને એક્સપોર્ટ તરીકે બોલાવે છે.
🤔 જવાબઃ યુ મીન એક્સપર્ટ?
🙆🏻‍♂️ લિબ્રાડુઃ હા એ જ… (ખી ખી ખી ખી)
🤔 જવાબઃ ધેટ્સ ગ્રેટ. … તો શું આકલન છે તમારું વિદેશ નીતિ બાબતે?
🙆🏻‍♂️ લિબ્રાડુઃ મમમમમ.. આમ તો સારી જ છે. ખાસ કંઈ ટીકાપાત્ર નથી.
🤔 જવાબઃ સરસ. તો પછી કદાચ રોજગારી, આતંકવાદ, અર્થતંત્ર – વગેરે મુદ્દે તમારે જાણવું હશે કેમ?
🙆🏻‍♂️ લિબ્રાડુઃ અને ના રે ના… એ વિષયોનો ખૂબ નિયમિત અભ્યાસ કરું છું.
——–
——–
🤔 જવાબઃ ….પણ તો પછી તારી ભલી થાય. બધા વિષયની ખબર છે. બધી બાબતો ઉપર ધ્યાન છે, તો પછી કયા મુદ્દે વડાપ્રધાને પત્રકાર પરિષદ કરવી જોઇએ? 🧐
🙆🏻‍♂️ લિબ્રાડુઃ અરે યાર, જવા દે તમને લોકોને નહીં સમજાય…અમારેય કોઈ #_એજન્ડા હોય કે નહીં?🙆🏻‍♂️
———–
(મિત્રો, આ ક્રિએટિવ પોસ્ટ છે, મને ક્રેડિટ આપ્યા વિના સીધે સીધી ના ઠપકારતા બાપલા🙏🏼😊)

ભારત હિન્દુ રાષ્ટ્ર બને એમાં ખોટું શું છે?

એપ્રિલ 15, 2020

મૂળ લેખકઃ ખાલિદ ઉમર

અનુવાદઃ અલકેશ પટેલ

 

હિન્દુ રાષ્ટ્રની રચનાની સંભાવના વિશે આ એક લેખમાં ઉમર ખાલિદ ધારદાર રજૂઆત કરે છે. ભારત જો હિન્દુ રાષ્ટ્ર બને તો લઘુમતી સમુદાયોની મોટાપાયે કત્લેઆમ થઈ જશે એવી મનઘડંતી વાર્તાઓ બનાવીને લિબરલ બુદ્ધિજીવીઓ ભયનું વાતાવરણ પેદા કરી રહ્યા છે. આથી વિરુદ્ધ ખાલિદ ઉમર કહે છે કે, હિન્દુ રાષ્ટ્રની રચનાથી તો દેશમાં હિન્દુ સંસ્કારોને કારણે શાંતિ અને પ્રગતિ થશે.

—————————————————

એવો આક્ષેપ થઈ રહ્યો છે કે, નરેન્દ્ર મોદી અને ભાજપ ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માગે છે. જો એવું હોય તો મારો પ્રશ્ન એ છે કે, એમાં ખોટું શું છે?

5000 વર્ષ જૂની સભ્યતા ધરાવતા ભારતવર્ષને કોઈ ઓળખાણની જરૂર નથી. આ ધરતી સનાતન હિન્દુત્વનું જન્મસ્થાન છે અને વિશ્વના 95 ટકા હિન્દુ અહીં જ વસે છે. ભારતે પોતાને હિન્દુ રાષ્ટ્ર તરીકે ઓળખાવવામાં જરાય શરમાવું જોઇએ નહીં. વિશ્વમાં ખ્રિસ્તી તથા ઇસ્લામ પછી હિન્દુત્વ ત્રીજા નંબરનો સૌથી મોટો ધર્મ છે. જોકે, ખ્રિસ્તી અને ઇસ્લામની જેમ હિન્દુ ધર્મ દુનિયાના દેશોમાં વ્યાપકપણે ફેલાયેલો નથી. 97 ટકા હિન્દુઓ ત્રણ દેશોમાં બહુમતીમાં છે – ભારત, મોરેસિયસ અને નેપાળ. તમામ મુખ્ય ધર્મની સરખામણીમાં હિન્દુઓ ભૌગોલિક રીતે સૌથી વધુ કેન્દ્રિત છે, અર્થાત 95 ટકા હિન્દુ વસ્તી ભારતમાં રહે છે, જ્યારે ઇસ્લામના જન્મસ્થાન અરેબિયામાં માત્ર 1.6 ટકા મુસ્લિમો રહે છે.

દુનિયાના 53 દેશોમાં મુસ્લિમોનું પ્રભુત્વ છે (જેમાં 27 દેશમાં તો સત્તાવાર ધર્મ જ ઇસ્લામ છે) તથા 100 કરતાં વધુ દેશોમાં ખ્રિસ્તીઓનું પ્રભુત્વ છે. ઈંગ્લેન્ડ, ગ્રીસ, આઇસલેન્ડ, નોર્વે, હંગેરી, ડેન્માર્ક સહિત 15 દેશોમાં ખ્રિસ્તી સત્તાવાર ધર્મ છે. તે ઉપરાંત બૌદ્ધ ધર્મીઓની બહુમતી ધરાવતા છ દેશ અને યહુદીઓનો દેશ ઈઝરાયેલ છે. છતાં ડાબેરી બુદ્ધિજીવીઓને તેમાં કોઈ સમસ્યા નથી. પરંતુ ભારતની વાત આવે ત્યારે ભારતનો સત્તાવાર ધર્મ હિન્દુત્વ ન હોવો જોઇએ તેવી આ લિબરલોની દલીલ મને સમજાતી નથી.

ભારત જો હિન્દુ રાષ્ટ્ર જાહેર થાય તો દેશના બિનસાંપ્રદાયિક ચારિત્ર્ય ઉપર કોઇપણ પ્રકારનું જોખમ ઊભું થાય તેવી કોઈ શક્યતા નથી. હકીકતે હિન્દુઓ અન્ય ધર્મો પ્રત્યે અસહિષ્ણુ નથી એ કારણે જ ભારતમાં પારસી, જૈન, શિખ, મુસ્લિમ, જરથોસ્તી સહિતના ધર્મો વિકસ્યા છે.

તમે કોઇપણ ધર્મના ધાર્મિક સ્થળે જશો તો ત્યાં હિન્દુઓ મળી આવશે. હિન્દુત્વમાં ધર્માંતરનો સિદ્ધાંત જ નથી. દુનિયાના એવા ઘણા ખ્રિસ્તી અને મુસ્લિમ દેશો છે જે અન્ય દેશોમાં ખ્રિસ્તીઓ તેમજ મુસ્લિમોના માનવ અધિકારોના ઉલ્લંઘન અને ધાર્મિક ભેદભાવ અંગે ફરિયાદો કરે છે. દુનિયાને મ્યાનમાર, પેલેસ્ટિન, યમન વગેરેની ઘટનાઓ યાદ છે પરંતુ પાકિસ્તાન, અફઘાનિસ્તાન તથા અન્ય ઇસ્લામિક દેશોમાં હિન્દુઓ અને શિખો સાથે થયેલા અત્યાચારો કોઈને યાદ નથી! 1971ના યુદ્ધ દરમિયાન પાકિસ્તાની લશ્કરે બાંગ્લાદેશમાં હિન્દુઓની કત્લેઆમ કરી હતી એ કોઈને યાદ છે? કે પછી કાશ્મીરી પંડિતો અથવા જમ્મુ-કાશ્મીરના 1998 વંધમા હત્યાકાંડ કોઈને યાદ છે? પાકિસ્તાનમાંથી હિન્દુઓને પદ્ધતિસર નષ્ટ કરી દેવામાં આવ્યા કે પછી આરબ દેશોમાંથી ઐતિહાસિક મંદિરો તેમજ હિન્દુત્વનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે એ કોઈને યાદ નથી આવતું?

સાચી વાત એ છે કે, ભારતની સરકારી નીતિ બિનસાંપ્રદાયિકતા વિરોધી છે. દેશની મૂળ બહુમતી પ્રજા હિન્દુ છે અને તેની સાથે જ વ્યાપક ભેદભાવ થાય છે. તેના ઘણાં ઉદાહરણ છે. તમને હજ સબસિડી વિશે ખ્યાલ હશે જ. વર્ષ 2000થી અત્યાર સુધીમાં 15 લાખ કરતાં વધુ મુસ્લિમોએ આ સબસિડી લીધી છે. છેવટે સુપ્રીમ કોર્ટે ભારત સરકારને આવી સબસિડી દસ વર્ષના ગાળામાં તબક્કાવાર બંધ કરવા આદેશ આપ્યો. દુનિયાનો કયો સેક્યુલર દેશ તેના કોઈ એક ધાર્મિક જૂથને ધાર્મિક યાત્રા માટે સબસિડી આપે છે? 2008માં પ્રત્યેક મુસ્લિમ હજયાત્રી માટે વિમાનભાડાં ઉપર સરેરાશ સબસિડી 1,000 ડૉલર ચૂકવવામાં આવી હતી.

એક તરફ ભારત સરકાર તેના નાગરિકોને ધાર્મિક યાત્રા માટે આર્થિક સહાય કરી રહી હતી એ જ સમયે બીજી તરફ જ્યાં મૂર્તિપૂજાને અપરાધ માનવામાં આવે છે તે સાઉદી અરેબિયા આખી દુનિયામાં વહાબી અંતિમવાદ ફેલાવી રહ્યું હતું. સાઉદીમાં હિન્દુઓને તેમનાં મંદિરો બાંધવાની તો પરવાનગી નથી જ, પરંતુ ભારતથી આવતા હજયાત્રીઓની સબસિડીનો તે ભરપૂર લાભ લે છે.

સાચા સેક્યુલર દેશની ઓળખ તો એ છે કે તેના તમામ નાગરિકોને કોઇપણ જાતના ધાર્મિક ભેદભાવ વિના એક જ કાયદા હેઠળ આવરી લેવામાં આવે. પણ ભારતમાં અલગ અલગ કાયદા હેઠળ ધાર્મિક સ્વતંત્રતા મળેલી છે. મંદિરો સરકારી નિયંત્રણ હેઠળ છે, પરંતુ મસ્જિદો અને દેવળો સ્વાયત્ત છે. હજ માટે સબસિડી છે, પરંતુ અમરનાથ યાત્રા કે કુંભમેળા માટે કોઈ સહાય નથી. સાચી વાત તો એ છે કે, સાચો સેક્યુલર દેશ એકપણ ધર્મને આર્થિક સહાય કરે જ નહીં.

હિન્દુઓએ હંમેશાં લઘુમતીઓને આવકારી છે અને તેમનું રક્ષણ કર્યું છે. સહિષ્ણુતાના આ ઇતિહાસ ઉપર પણ થોડી નજર કરી લઇએ. આખી દુનિયામાં નકારી કઢાયેલા પારસીઓને ભારતમાં હિન્દુઓએ આવકાર આપ્યો હતો. 2000 વર્ષ પહેલાં યહુદીઓને તથા 1800 વર્ષ પહેલાં સિરીયન ખ્રિસ્તીઓને ભારતમાં આશ્રય મળ્યો હતો. હિન્દુત્વથી અલગ થયેલા જૈન અને બૌધ જેવા ધર્મો 2500 વર્ષથી અને શિખો 400 વર્ષથી એકબીજાની સાથે રહે છે.

કેટલીક હકીકતો ઉપર નજર નાખીએ તો હિન્દુ તરીકે શરમ અનુભવવાનો નહીં પરંતુ ગૌરવ કરવાનો સમય છે.

ભારત આજે કંઈ 1976ના બંધારણીય સુધારાને કારણે અથવા વકીલો કે પછી સાંસદોને કારણે નહીં પરંતુ બહુમતી પ્રજા હિન્દુ છે એ કારણે જ સેક્યુલર – બિનસાપ્રદાયિક – ધર્મનિરપેક્ષ છે. હજારો વર્ષની સહનશીલતા પછી અમલમાં આવેલા કોઈ દસ્તાવેજને કારણે નહીં પરંતુ આ ધર્મના મૂળ પાયામાં જ બિનસાંપ્રદાયિકતા છે. ભારતે પોતાને હિન્દુ (હિન્દુ/શિખ/જૈન) રાષ્ટ્ર જાહેર કરવું જ જોઇએ. આ તમામ ધર્મના લોકોના રક્ષણ માટે ભારતે આગળ આવવું જ જોઇએ, કેમ કે બીજા કોઈ દેશ એ ધર્મોને રક્ષણ આપતા નથી.

ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાથી બળજબરીપૂર્વક થતા ધર્માંતર તેમજ લઘુમતી ખુશામત ઉપર નિયંત્રણ આવશે. ભારત સેક્યુલર રહેશે ત્યાં સુધી જ તે પ્રગતિશીલ દેશ રહેશે. અને દેશ સેક્યુલર ત્યારે જ રહેશે જો હિન્દુઓ બહુમતીમાં હશે. બિનસાંપ્રદાયિકતા અને હિન્દુત્વ એક સિક્કાની બે બાજુ છે. સિક્કો ઉછાળો, જે છાપ આવશે તેમાં તમારી જીત છે.

ભારત જો હિન્દુ રાષ્ટ્ર બને તો તેનાથી ઉત્તમ કશું નથી. એવો યુનિફોર્મ સિવિલ કોડ (સમાન નાગરિક કાયદો) બનશે જે (હિન્દુઓ સહિત) કોઇને છૂટછાટ નહીં આપે. કોઇપણ દેશની પ્રગતિ માટે કાયદાનું શાસન જ મુખ્ય કારણ હોય છે – જર્મની, જાપાન, અમેરિકા એમ બધા દેશોમાં આવો કાયદો છે. ધર્માંતર ઉપર પ્રતિબંધ આવશે, વટાળ પ્રવૃત્તિ અટકી જશે તો કોઈ તબલિગીઓ નહીં હોય. ધર્માંતર અટકી ગયા પછી પ્રત્યેક વ્યક્તિ પોતે જે ઇચ્છે તે ધર્મનું પાલન કરી શકે અથવા તેને કોઈપણ ધર્મ નહીં પાળવાની-નાસ્તિક રહેવાની પણ સ્વતંત્રતા રહેશે. (હિન્દુત્વમાં તો નિરિશ્વરવાદ પંથનો પણ સ્વીકાર થયેલો છે.) બીજો એવો એકપણ ધર્મ બતાવો જ્યાં નાસ્તિકો પ્રત્યે આટલું માન રાખવામાં આવતું હોય.

મુસ્લિમ આક્રમણકારોએ આ ધરતી ઉપર ઘૂસણખોરી કરી તેના ઘણા સમય પહેલાં અહીં ધર્મનિરપેક્ષતા અને ધાર્મિક સહિષ્ણુતા અસ્તિત્વમાં હતાં. ભારતમાં મુસ્લિમોની ઘૂસણખોરી વર્ષ 1000ની આસપાસ શરૂ થઈ અને 1739 સુધી ચાલુ રહી. 10 કરોડ કરતાં વધુ હિન્દુઓની કત્લેઆમ થઈ, જે દુનિયાના ઇતિહાસનો સૌથી મોટો હત્યાકાંડ ગણાય. આ આક્રમણખોરોના વારસદારો સાથે હિન્દુઓએ બદલો લીધો નથી. બહુમતી હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે જે તોફાનો થાય છે તેનું કારણ હિન્દુઓ નથી, પણ એ માટે દંભી સેક્યુલારિઝમ જવાબદાર છે. જો હિન્દુ રાષ્ટ્ર બનશે તો બિન-હિન્દુઓની ધાર્મિક સ્વતંત્રતા ઉપર કોઈ કાપ નહીં આવે.

હિન્દુઓએ તેમની ધરતીના ઇતિહાસ ઉપર ગૌરવ લેવું જ જોઇએ. તેમણે તોફાનો અને વિવાદનો ઉકેલ લાવવા માટે વાસ્તવિકતા તરફ પાછા વળવું જ જોઇએ. જો હિન્દુઓ હકીકતથી મોં ફેરવશે તો સાંસ્કૃતિક રીતે કેળવાયેલી આ ધરતીની સહિષ્ણુતાની છબીને જ નુકસાન થશે. ભારત અગાઉ અલગ મુસ્લિમ રાષ્ટ્રોની માગણી સ્વીકારીને ભૂલ કરી ચૂક્યો છે. ભારતે સેક્યુલારિઝમના નામે પૂરતી ખુશામત કરી લીધી છે. હવે હિન્દુઓએ સંગઠિત થઈને તેમનામાં વારસાગત રહેલા શાંતિના સિદ્ધાંતને અપનાવવાની જરૂર છે. એક એવું હિન્દુ રાષ્ટ્ર બનાવવાની જરૂર છે જ્યાં ધર્મનિરપેક્ષતા કોઈ આમુખના આધારે નહીં પરંતુ વ્યવહારમાં હોય, જે દુનિયા માટે ઉદાહરણરૂપ બની રહે. એ સમય આવી ગયો છે.

(https://www.cisindus.org/2020/04/15/what-is-wrong-in-india-becoming-a-hindu-rashtra/ )

(ખાલિદ ઉમર યુકેના પોર્ટ્સમાઉથ ખાતે રહે છે અને પોતાને સેક્યુલર માનવતાવાદી ગણાવે છે. તેઓ વાણી સ્વતંત્રતાને વૈશ્વિક અધિકાર તરીકે ટેકો આપે છે)

દુનિયાએ બચવું હશે તો ચીનનો બહિષ્કાર કરવો જ પડશે

— કોરોના વાયરસના વિશ્વવ્યાપી રોગચાળાએ એક વાત સંપૂર્ણ સ્પષ્ટ કરી દીધી છે કે ચીન અને ચીની નીતિ વિસ્તારવાદી છે, અધિકારવાદી છે. આજે હવે ચીનાઓની દાનતને નહીં સમજો તો કાલે ઘણું મોડું થઈ જશે. ભારત અને અમેરિકાની મજબૂત નેતાગીરી તરફથી પડકાર ઊભો થતાં ધૂંધવાયેલું ચીન વાયરસ બાદ સાયબર ઍટેક – કંઈ પણ કરી શકે છે!

 

 

  • અલકેશ પટેલ

 

અનેક દાયકાથી દુનિયા અમેરિકાને વિલન ચીતરી રહી છે, ચીતરવા મથી રહી છે અને તેમાં સફળતા પણ મળી છે. કેટલેક અંશે એ સાચું પણ હશે, કેમ કે એ દેશ પોતાની શક્તિ, ક્ષમતા અને મહેનતથી સક્ષમ બન્યો છે, કોઇનું આંચકી લઈને, કોઈ પ્રદેશો આંચકી લઈને શક્તિશાળી નથી બન્યો. એથી વિરુદ્ધ ચીન અને ચીનની નીતિ ઘૂસણખોરીની, વિસ્તારવાદની, બીજાનું પચાવી પાડવાની રહી છે અને છતાં દુનિયાને અમેરિકા માટે જેટલો ધિક્કાર છે એટલો ધિક્કાર ચીન માટે નથી. આવું શા માટે?

આવું એટલા માટે કે અમેરિકામાં લોકશાહી છે અને ચીનમાં સામ્યવાદી શાસન છે. અમેરિકાની લોકશાહીમાં કુશળતા અને ક્ષમતાના આધારે પ્રગતિ થાય છે, તક મળે છે. એથી વિરુદ્ધ સામ્યવાદી ચીનમાં સૌથી ઉપર બેઠેલો નેતા અથવા બે-ચાર નેતાઓની ટોળી જ બધું નક્કી કરે છે. બીજાની કુશળતા કે ક્ષમતાનું કોઈ મૂલ્ય ચીની વ્યવસ્થામાં હોતું નથી.

આજના લેખનો મુદ્દો અહીંથી જ આગળ વધે છે. કોરોના વાયરસને કારણે ઊભી થયેલી આંતરરાષ્ટ્રીય કટોકટીએ ચીનના અતિશય વિકરાળ અને જોખમી ઇરાદાને છતો કરી દીધો છે. આટલો ખતરનાક અને ગંભીર વાયરસનો રોગચાળો આખી દુનિયામાં ફેલાવવા પાછળ બદમાશ ચીનાઓની ચાલ છે એ વિશે કોઇને હવે શંકા રહેવી ન જોઇએ. પરંતુ વાત ત્યાંથી પૂરી નથી થતી. વાત ત્યાંથી શરૂ થાય છે. ચીન કઈ હદે દુનિયા માટે જોખમી છે એ હવે સમજવું જ પડશે.

ચીનમાં માઓ ઝીડોંગ નામના એક હિંસાખોર વૃત્તિ ધરાવતા સામ્યવાદીએ (જેને માઓ ત્સે તુંગ તરીકે પણ ઓળખવામાં આવે છે) તેણે છેક 1930ના દાયકાથી ચીનને હિંસાની આગમાં નાખી દીધું હતું. તે સમયે થયેલા અને ત્યારબાદ 1960ના દાયકામાં કલ્ચરલ રેવોલ્યુશનના નામે આ હિંસાખોર માઓના હાથ લાખો લોકોના લોહીથી ખરડાયેલા હતા.

boycott china_28-03-2020-01

(https://www.britannica.com/biography/Mao-Zedong/The-Cultural-Revolution) અહીં આ હિંસાખોર માઓને યાદ કરવાનું કારણ એ છે કે, માઓએ ચીની સામ્યવાદી પક્ષમાં જે સત્તા હાંસલ કરી લીધી હતી એવી એકહથ્થુ સત્તા તેના મૃત્યુ પછી નાબુદ કરવામાં આવી હતી, પરંતુ હાલના ચીની પ્રમુખ શી જિન પિંગે ફરીથી ત્યાંના સામ્યવાદી પક્ષના બંધારણમાં સુધારો કરાવીને પોતે જીવે ત્યાં સુધીની અમર્યાદ-એકહથ્થુ સત્તા હાંસલ કરી લીધી છે. હિંસાખોર માઓ અને શી જિન પિંગ એક સ્તરે આવી ગયા છે. માઓ ખેડૂતો અને મજૂરોની બનેલી રેડ આર્મીના જોરે લાખો વિરોધીઓની કત્લેઆમ કરતો હતો, શી જિન પિંગ ટેકનોલોજી અને વાયરસ (જૈવિક હથિયાર)નો સહારો લે છે.

ચીન શા કારણે આખી દુનિયા માટે જોખમી બની ગયું છે એ વાત સમજવી હોય તો ઉપર કહ્યો એ ટૂંકો ઇતિહાસ જાણવો જરૂરી હતો. જેમને આ વિશે અભ્યાસ કરવો હોય તે – [(1) https://www.britannica.com/biography/Mao-Zedong/The-Cultural-Revolution) તથા (2) https://en.wikipedia.org/wiki/Mao_Zedong#Civil_War)] આ બંને લિંક ઉપર ક્લિક કરીને વિગતે વાંચી શકે છે.

ખેર, તો વાત ચીનના જોખમને સમજવાની અને આપણા સૌનું ભવિષ્ય સુરક્ષિત કરવાની છે. ચીના, ખાસ કરીને સામ્યવાદી સરકારમાં બેઠેલા ચીના વિસ્તારવાદી વૃત્તિ ધરાવે છે (ઘણી ખરી પ્રજા બૌદ્ધ ધર્મી અને શાંતિપ્રિય છે). હિંસાખોર માઓએ 1950માં તિબેટ ઉપર કબજો જમાવી લીધા પછી 1962માં ભારત ઉપર પણ હુમલો કર્યો હતો. ભારતની કોઈ દેખીતી દુશ્મની ચીન સાથે તો શું દુનિયાના એકપણ દેશ સાથે નહોતી, છતાં હિંસાખોર માઓની રેડ આર્મીએ ચડાઈ કરી હતી.

આવી માનસિકતા ધરાવતા ચીના વર્તમાન પ્રમુખ શી જિન પિંગના નેતૃત્વ હેઠળ 2013માં વન બેલ્ટ, વન રોડ નામે અતિશય ચાલાક યોજના ઘડી કાઢી હતી જેના હેઠળ ચીનાઓનો ઈરાદો આડકતરી રીતે આખી દુનિયાને પોતાના નિયંત્રણ હેઠળ લાવવાનો હતો.

boycott china_28-03-2020-02

ભારતના સદ્દનસીબે 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ આ ચીની ચાલ દ્વારા ભારતને ઘેરવાના ઇરાદાને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યો. બીજી તરફ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રંપ પ્રમુખપદે આવતા તેમણે પણ રાષ્ટ્રવાદી નીતિ અખત્યાર કરીને ચીની નીતિઓ સામે કડક વલણ અખત્યાર કર્યું. વન બેલ્ટ, વન રોડની નીતિમાં સફળ નહીં થઈ રહેલા ચીનાઓએ ભારતમાં ડોકલામ તરફથી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ પણ કરી જોયો, પણ ફરી એક વખત નરેન્દ્ર મોદીની નિર્ણાયક અને મક્કમ તાકાતના સહારે ભારતીય લશ્કરે ડોકલામમાં ચીનાઓને 72 દિવસ સુધી અટકાવી રાખ્યા. છેવટે ચીનાઓએ પીછેહઠ કરવી પડી. આ બધું ચાલતું હતું એ દરમિયાન વિસ્તારવાદી હિંસક ચીનાઓએ સાઉથ ચાઈના સી ક્ષેત્રમાં (જે રીતે ભારતમાં દક્ષિણે હિંદ મહાસાગર છે એવો ચીનની દક્ષિણમાં આવેલો દરિયાઈ વિસ્તાર) અનેક ટાપુ ઉપર કબજો જમાવવાનું 2018થી જ શરૂ કરી દીધું છે એટલું જ નહીં પરંતુ હજારો કિ.મી.ના છીછરા દરિયાઈ વિસ્તારમાં પુરાણ કરીને ત્યાં લશ્કરી થાણા સ્થાપવાનું અને ગૅસ સહિત કુદરતી ખનીજો ખેંચી લેવાનું શરૂ કરી દીધું હતું. (https://www.cfr.org/interactive/global-conflict-tracker/conflict/territorial-disputes-south-china-sea) આ સાઉથ ચાઈના સી ક્ષેત્ર આંતરરાષ્ટ્રીય વિસ્તાર છે અને કોઈ એક દેશ તેના ઉપર હક કરી ન શકે. એ વિસ્તારમાંથી તમામ દેશના જહાજ પસાર થઈ શકે. પરંતુ ચીન દાદાગીરી કરીને આ આખો વિસ્તાર કબજે કરી લેવા માગે છે. આ જ મુદ્દે હાલ સાઉથ ચાઈના સી ક્ષેત્રની આસપાસના ફિલિપાઇન્સ, વિયેટનામ સહિત અન્ય દેશો સાથે ચીનને ભારે તંગદિલી ચાલે છે. સાઉથ ચાઈના સી ક્ષેત્રના વિવાદના નિવારણ માટે રચાયેલી ટ્રિબ્યુનલ અદાલતનો ચુકાદો ફિલિપાઇન્સની તરફેણમાં આવવા છતાં ચીની સરકાર એ ચુકાદો માનવા તૈયાર નથી. એકાદ વર્ષ પહેલાં તો ચીન – અમેરિકાના યુદ્ધ જહાજ પણ આ ક્ષેત્રમાં એકબીજાની સામે આવી ગયાં હતાં અને યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.

ટૂંકમાં, હિંસાખોર અને વિસ્તારવાદી ચીનને અમેરિકા, ભારત સહિત દુનિયાના કેટલાક મજબૂત નેતાઓ તરફથી હાલ પડકારનો સામનો કરવો પડી રહ્યો છે અને તેને કારણે ચીના ભારે ગુંગળાઈ રહ્યા છે. શી જિન પિંગે કદાચ એટલે જ ગયા વર્ષે બંધારણમાં સુધારો કરાવીને અમર્યાદ સમય સુધી તમામ સત્તા પોતાના હાથમાં લઈ લીધી જેથી પક્ષમાં કોઇને પણ પૂછ્યા વિના પોતે એકલા નિર્ણય લઈ શકે.

એક તરફ અમેરિકાએ તેની બિઝનેસ નીતિ ટાઇટ કરતાં ચીનની મુશ્કેલી વધી. આ તરફ ભારતમાં માલ ઘૂસાડવામાં ચીનને ખાસ સફળતા મળતી નથી. ભારતની વર્તમાન રાજકીય નેતાગીરી એટલી બધી સબળ અને સક્ષમ છે કે ચીની નીતિઓથી મુંઝાઈ રહેલા દુનિયાના દેશો ભારતમાં ઉત્પાદન ક્ષેત્રમાં મૂડીરોકાણ કરવા પણ આતુર છે. અમેરિકાની સાથે સાથે ભારતનો દબદબો પણ વધી રહ્યો છે. આવા તમામ કારણોથી ધૂંધવાયેલા ચીના વાયરસ ઉપરાંત સાયબર ઍટેક પણ ગમેત્યારે કરી શકે છે.

ચીનને આવું કોઈ દુઃસાહસ કરતાં કેવી રીતે રોકી શકાય?

એ માટે આખી દુનિયાએ ચીનનો આર્થિક બહિષ્કાર કરવો પડે અથવા આર્થિક બહિષ્કાર કરવાની ચીમકી આપવી પડે. વર્તમાન સમયમાં પરંપરાગત યુદ્ધનો કોઈ અર્થ નથી કેમ કે તેનાથી તો તમામને બહુ મોટાપાયે નુકસાન થવાનું જોખમ રહેલું છે. પરંતુ દુનિયાના શક્તિશાળી દેશો ચીનનો આર્થિક બહિષ્કાર કરે તો જ ચીન સીધું ચાલે એમ છે. અન્યથા ચીનાઓએ સેલફોન મારફત, અન્ય ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ તેમજ મોબાઇલ એપ્લિકેશન્સ મારફત દુનિયાના દરેક દેશોના નાગરિકોમાં એ હદે ઘૂસણખોરી કરી દીધેલી છે કે એ ધારશે ત્યારે સાયબર હુમલા દ્વારા આખી દુનિયાને ઘૂંટણીએ લાવી દેશે. ભારત, અમેરિકા સહિત દેશોએ ચેતી જવા માટે આ જ સમય છે, કાલે ઘણું મોડું થઈ જશે.

એટલું યાદ રાખજો કે હિંસાખોર માઓએ રાષ્ટ્રવાદના નામે જ 1920-30ના દાયકામાં ચીનમાં સિવિલ વૉર છેડ્યું હતું. એ જ દેશમાં હાલ રાષ્ટ્રવાદના નામે શી જિન પિંગ પણ દુનિયાને જોખમી સ્થિતિમાં લાવી રહ્યા છે અને અહીં આપણા દેશ ઉપરાંત દુનિયામાં ફેલાયેલા ચીનાઓના ડાબેરી ચેલા રાષ્ટ્રવાદીઓને આતંકવાદી ચીતરવા માટે રાત-દિવસ મહેનત કરે છે. ચીનના આ ડાબેરી ચેલા મીડિયાથી માંડીને શૈક્ષણિક સંસ્થાઓ સુધી ફેલાયેલા અને સક્રિય છે. દુનિયાના બાકીના તમામ દેશોએ પણ હવે રાષ્ટ્રવાદના નામે ચીનાઓ અને ચીની નીતિઓનો બહિષ્કાર કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. આ છેલ્લી તક છે.અલકેશ પટેલ (ચૈત્ર સુદ ચોથ, 2076. શનિવાર) 28-03-2020

Again one of my replies removed by Quora. Why?

ભારત, ભારતીય સંસ્કૃતિ – સભ્યતા તેમજ હિન્દુત્વ વિશે આટલા ટૂંકાણમાં આટલું સુંદર સચોટ વર્ણન મારિયા વર્થે કર્યું છે. આમાં અન્ય કોઈ સંસ્કૃતિ – સભ્યતા પ્રત્યે ધિક્કાર કે ભેદભાવ નથી, તેમ છતાં ક્વોરા નામની એક કથિત સેક્યુલર વેબસાઇટ ( જે સવાલોના જવાબો માટે પ્રચલિત છે) દ્વારા મારિયા વર્થનો આ જવાબ તેમની (ક્વોરાની) વેબસાઇટ ઉપરથી ડીલીટ કરી દેવામાં આવ્યો છે. ત્યારે આપણા સૌની ફરજ છે કે આ લખાણ સતત બધે ફેલાવતા રહીએ. – અલકેશ

વીરગતિ પામેલા એ રામભક્ત કારસેવકોની યાદમાં…

— ગોધરા સ્ટેશન ઉપર 2002ની 27 ફેબ્રુઆરીએ બનેલી ત્રાસવાદી ઘટનાને 18 વર્ષ થયા. જે ભવ્ય રામમંદિરના નિર્માણ માટે તમે સંઘર્ષ કરીને વીરગતિ પામ્યા એ મંદિર હવે નિર્માણ પામશે તો ખરું…પરંતુ…

—————————

— 27 ફેબ્રુઆરી, 2002ના દિવસે વહેલી પરોઢે ગોધરા સ્ટેશને બીજા અનેક ડબામાં બેઠેલા રામસેવકો જો હાકોટા પાડતા ટ્રેનમાંથી બહાર આવી ગયા હોત તો જેહાદીઓ એસ-ચાર ડબાને સળગાવી શક્યા ન હોત – એ પણ એટલી જ સાચી હકીકત છે

  • n અલકેશ પટેલ

18 વર્ષ પહેલાં ગોધરા રેલવે સ્ટેશને 49 “કાર” સેવકોએ અને ત્યારબાદ ગુજરાતમાં અનેક સ્થળે હિંસામાં બીજા 700 જેટલા “રામ” સેવકોએ જીવ ગુમાવ્યા હતા. આજે એ સૌને અંજલિ આપવાનો દિવસ છે.

પણ અંજલિ આપતી વખતે પાછલા 18 વર્ષ ઉપર નજર નાખું છું ત્યારે દેશના કરોડો રામસેવકોની ચિંતા થાય છે, દયા પણ આવે છે. આ કરોડો રામસેવકોમાંથી મોટાભાગના કશું જ શીખ્યા નથી. એમની ગતિ અને પ્રગતિ માત્ર ઇન્ટરનેટ સુધી જ થઈ છે. આ રામસેવકોમાંથી અડધા “કોમ્યુલર” (કોમ્યુનલ + સેક્યુલર) થઈ ગયા, અને બાકીના અડધા ઇન્ટરનેટ ઉપર (સોશિયલ મીડિયા) એકબીજાના પગ ખેંચતા અને એકબીજાની ભૂલો શોધતા થઈ ગયા.

આ 18 વર્ષ દરમિયાન:-

(1) ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર ઉપર આતંકી હુમલો થયો (સપ્ટેમ્બર 2002), 30 રામસેવકોએ જીવ ગુમાવ્યા, પણ કરોડો રામસેવકો એ સાંજે જમીને પેટ ઉપર હાથ ફેરવતાં ફેરવતાં સૂઈ ગયા.

(2) માલેગાંવમાં વિસ્ફોટો થયા (સપ્ટેમ્બર 2006), 40 માર્યા ગયા. આ ઘટના સિફતપૂર્વક અને આયોજનપૂર્વક રામસેવકોને જ આતંકી જાહેર કરવા માટે ઘટી હોય એમ રામસેવકોને આતંકી ઘોષિત કરી દેવામાં આવ્યા. ભવિષ્યમાં જેહાદી કાવતરાંથી રામસેવકોને બચાવવા નિષ્ઠાપૂર્વક કામ કરી રહેલાં સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર અને કર્નલ પુરોહિતને ફસાવી દેવામાં આવ્યાં, તેમની ધકપકડ થઈ, તેમના ઉપર વર્ષો સુધી અમાનવીય અત્યાચાર થયા…અને છતાં બાકીના કરોડો રામસેવકો ટીવી-ફિલ્મ-ક્રિકેટમાં ખૂંપેલા રહીને મોજમજા કરતા રહ્યા.

(3) સમઝૌતા એક્સપ્રેસમાં વિસ્ફોટ થયા (ફેબ્રુઆરી 2007), 70 જણાએ જીવ ગુમાવ્યા. આ ઘટનાના પાકિસ્તાની ત્રાસવાદીઓને ચૂપચાપ જવા દઇને રામસેવકોને ત્રાસવાદી તરીકે રજૂ કરી દેવામાં આવ્યા. પણ બીજા કરોડો રામસેવકો ટીવી સિરિયલો અને ફિલ્મો માણતા માણતા પોતાની દુનિયામાં ખોવાઈ ગયા.

(4) મુંબઈમાં પાકિસ્તાની આતંકીઓ ઘૂસી આવ્યા અને કેટલાય દેશના નાગરિકોની હત્યા કરી દીધી (નવેમ્બર 2008). આ ઘટના પછી રામસેવકોને જ આતંકવાદી પ્રજા જાહેર કરવામાં આવી, અને છતાં પ્રજાના પેટનું પાણી ન હાલ્યું.

ભોળાભટાક રામસેવકો છેલ્લા 18 વર્ષથી આટઆટલી જેહાદી ઘટનાઓ છતાં પોતપોતાની દુનિયામાં વ્યસ્ત છે. ઇન્ટરનેટમાં વ્યસ્ત છે. એકબીજાના પગ ખેંચવામાં અને એકબીજાને બતાવી દેવામાં વ્યસ્ત છે. આ ભોળા રામસેવકો કોમ્યુલર-મીડિયા, કોમ્યુલર-બુદ્ધિજીવીઓ, કોમ્યુલર-અર્બન નક્સલીઓ, કોમ્યુલર-ટીવી કલાકારો, કોમ્યુલર-બોલિવૂડિયા, કોમ્યુલર-લેખકો, કોમ્યુલર-રાજકારણીઓ, કોમ્યુલર-ધાર્મિક આગેવાનો, કોમ્યુલર-કથાકારો…આ બધાની અસરમાં આવીને એવા ઘેનમાં સરી ગયા છે કે કોઈ ચેતવણી એમને જગાડી શકતી નથી.

(5) નાગરિકત્વ સંશોધન કાયદો (સી એ એ) અને તેની સામે બે મહિના કરતાં વધુ સમયથી જે જેહાદીઓ ડોળા કાઢી રહ્યા હતા એ ભોળા રામભક્તોને દેખાતા નહોતા. આ જેહાદીઓએ સી.એ.એ.ના વિરોધમાં ભારત બંધનું એલાન આપ્યું. ગયા મહિને 2020ની 29 જાન્યુઆરીએ તમામ જેહાદીઓએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખ્યા, એટલું જ નહીં પરંતુ દેશના “મુઠ્ઠીભર” સાચા મુસ્લિમોને પણ બંધ રાખવા ફરજ પાડી! ગુજરાતમાં હાઇવે પરની હોટલો એ દિવસે બંધ રહી, અને છતાં ભોળા રામસેવકો બીજા જ દિવસથી એ હોટેલોમાં જઈ જઈને પેટ ભરતા રહ્યા છે અને પોતાના કાળા ભવિષ્ય માટે જેહાદીઓને જ પૈસા પધરાવી રહ્યા છે!

અને છેલ્લા બે દિવસથી એ જ જેહાદીઓએ રાજધાની દિલ્હીને બાનમાં લઈ લીધી છે. એક પોલીસ જવાન અને એક આઈબી અધિકારી વીરગતિ પામ્યા. એક રામ સેવકે તેની બાઈક ઉપર જયશ્રી રામ લખ્યું હતું એટલે જીવ ખોવો પડ્યો.

ઇન્ટનેટ અને સોશિયલ મીડિયા ઉપર રામના નામે હાકલા-પડકારા કરતા રામસેવકો હજુ પણ ટીવી સિરિયલ, હિન્દી ફિલ્મ તેમજ ક્રિકેટ દ્વારા ફેલાવાતા જેહાદી સંદેશા સમજી શકતા નથી.

અને એટલે જ, લેખના પ્રારંભે તમે બરાબર વાંચ્યું કે, એ ભવ્ય રામ મંદિર હવે નિર્માણ પામશે ખરું, પરંતુ કેટલા દાયકા સુધી એ ટકશે એ હવે કહી શકાય તેમ નથી. કેમ કે, જેહાદીઓની સંખ્યા આ દેશમાં કિડીયારા કરતાં પણ ખૂબ ઝડપથી વધી રહી છે. સાચા મુસ્લિમોને જેહાદીઓ પસંદ નથી એ ખરું…પરંતુ સાથે એ પણ એટલું જ કડવું સત્ય છે કે એ સાચા મુસ્લિમોની જેહાદીઓને કશું જ કહેવાની હિંમત નથી (કે, દાનત નથી?)

ભોળાભટાક રામસેવકો એ વાતે રાજીના રેડ થઈ જાય છે કે અનેક દાયકા પછી કાશ્મીરના મંદિરોમાં શિવરાત્રીએ રોશની થઈ, ઉત્સવ ઉજવાયો…પરંતુ એ ભોળાભટાક રામસેવકો પોતાની આસપાસ ફૂલીફાલી રહેલી જેહાદી મોબાઇલ દુકાનો, જેહાદી જૂતાંની દુકાનો, જેહાદી રેસ્ટોરા, જેહાદી કાપડ (દુપટ્ટા) રંગવાની દુકાનો, જેહાદી સલૂનો અને જેહાદી ફિટનેસ સેન્ટરોથી સાવ અજાણ છે.

આવતીકાલે 27 ફેબ્રુઆરીએ અનેક લોકો “કારસેવકો”ના માનમાં કદાચ ડીપી બદલશે, લાગણીવેડા દર્શાવશે, જયશ્રી રામ બોલશે…પણ બીજા દિવસથી જેહાદી ટીવી સિરિયલ, જેહાદી ફિલ્મોને શરણે થઈ જશે. એકબીજાનો હાથ પકડીને આગળ વધવાનું અથવા મુશ્કેલીના સમયે એકબીજાનો હાથ પકડવાનું શીખશું નહીં ત્યાં સુધી કર્ણાવતીઓ અહમદાબાદ બનતી રહેશે, પ્રયાગરાજના અલ્હાબાદો બનતા રહેશે, અને સરજીલ ઇમામો, અકબરુદ્દીન ઓવૈસીઓ, વારીસ પઠાણોના કૃત્યો અને નિવેદનો અંગે બહાદુર રામસેવકો સોશિયલ મીડિયામાં માત્ર ગુસ્સાવાળા ઇમોજી બતાવીને સંતોષ માનતા રહેશે.

27 ફેબ્રુઆરી, 2002ના દિવસે વહેલી પરોઢે ગોધરા સ્ટેશને બીજા અનેક ડબામાં બેઠેલા રામસેવકો જો હાકોટા પાડતા ટ્રેનમાંથી બહાર આવી ગયા હોત તો જેહાદીઓ એસ-ચાર ડબાને સળગાવી શક્યા ન હોત – એ પણ એટલી જ સાચી હકીકત છે. હવે મોડું તો થયું છે…પણ સાવ મોડું નથી થઈ ગયું.  — અલકેશ પટેલ (ફાગણ સુદ ત્રીજ, 2076. બુધવાર) 26-2-2020

બુદ્ધિજીવીઓ અપરિપક્વ છે કે પછી ટુકડે ગેંગ શક્તિશાળી છે?

  • ભૂજની ઘટના અને સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુના નિવેદનના મુદ્દે સોશિયલ મીડિયામાં વગદાર બુદ્ધિજીવીઓ ફરી એક વખત ડાબી અને જમણી તરફ વહેંચાઈ ગયા છે. ચિંતાનો મુદ્દો એ છે કે ડાબી તરફ ફંટાયેલા બુદ્ધિજીવીઓને સ્વામિનારાયણ સંપ્રદાય વિશે કશી ખબર જ નથી! સ્ત્રીત્વનું સન્માન સર્વોચ્ચ શિખરે છે અને મારી દ્રષ્ટિએ એનાથી ઉપર કશું જ નથી…પરંતુ –

 

— અલકેશ પટેલ

બે મહિના કરતાં વધારે સમયથી દિલ્હીના શાહીનબાગમાં ભારત, ભારતીયતા, ભારતીય સંસ્કૃતિ, ભારતીય ધર્મને ખતમ કરી દેવાના જાહેરમાં નિવેદનો થઈ રહ્યા હોવા છતાં મીઠી ઊંઘ માણી રહેલા બુદ્ધિજીવીઓ એકાએક ખાંડાં લઈને મેદાને આવી ગયા છે.

એક તરફ ભૂજની એક શૈક્ષણિક સંસ્થામાં દીકરીઓના માસિકધર્મના મુદ્દે અને બીજી તરફ સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ એક સાધુના પ્રવચનમાંથી એકાદ વાક્ય ઉઠાવીને – આ બંને બાબતોને જોડીને શૂરવીરો કાંતો તેની સામે પડ્યા છે અથવા મજાક ઉડાવીને વિકૃત આનંદ લઈ રહ્યા છે.

અને આ બધા ઘટનાક્રમમાં માર્ક્સવાદી-ડાબેરી-અર્બન નક્સલી સાપોલિયાં ફરી સક્રિય થઈ ગયાં છે.

સનાતન-હિન્દુ ધર્મમાં વિવાદની નાની ઘટના પણ ટુકડે ટુકડે ગેંગ માટે ઑક્સિજન સમાન બની જાય છે અને વિવિધ મંચ ઉપર પોતાનો એજન્ડા શરૂ કરી દે છે.

કમનસીબે આવી વિવાદી ઘટનામાં ડાબી તરફ વળી ગયેલા બુદ્ધિજીવીઓને ટુકડે ટુકડે ગેંગના એજન્ડા વિશે જાણ નથી હોતી.

ભૂજની ઘટના અને સાધુના નિવેદનનો કોઈ બચાવ થઈ શકે એમ નથી.

પરંતુ સવાલ એ ઉપસ્થિત થાય છે કે, આવી એકલ દોકલ ઘટના સમગ્ર સનાતન ધર્મનું પ્રતિનિધિત્વ કરે છે?

સ્વામિનારાયણ સંપ્રદાય એ સનાતન પરંપરામાં રહેલી એક વ્યવસ્થા છે. શું એ સંપ્રદાયને તેની વ્યવસ્થા જાળવી રાખવા માટે નિયમો બનાવવાનો અધિકાર નથી?

જે બુદ્ધિજીવીઓ આ મુદ્દામાં છેક સામે છેડે બેસી ગયા છે એ કમનસીબે એમની અપરિપક્વતા દર્શાવે છે.

અપરિપક્વતા એટલા માટે કે સાધુ-સંતો દ્વારા આપવામાં આવતા ઉપદેશના સંદર્ભ અને એ ઉપદેશના સમયગાળા વિશે લોકો સર્વગ્રાહી વિચાર કરતા નથી.

માસિકધર્મ અંગે અપવિત્રતાનો મુદ્દો હકીકતે અશિક્ષિત અને અણસમજુ પુરુષોથી સ્ત્રીત્વને બચાવવાનો જ મુદ્દો છે.

વધારે સ્પષ્ટતાથી કહું તો, માસિકધર્મ દરમિયાન સ્ત્રીના મૂડ અને શારીરિક ક્ષમતામાં ફેરફાર થાય છે એ સૌ જાણે છે, પણ આ વાત અશિક્ષિત અને અણસમજુ લોકો નથી જાણતા. આવા અણસમજુ લોકો સ્ત્રીઓ પાસે એ દિવસો દરમિયાન પણ સામાન્ય દિવસોની જેમ જ કામ અને શ્રમની અપેક્ષા રાખતા હોય છે. એવા અણસમજુ પુરુષોને વૈજ્ઞાનિક સિદ્ધાંતથી સ્ત્રીની મુશ્કેલી સમજાવી ન શકાય.

જેમ બાળક નાનું હોય ત્યારે કેટલાક પ્રકારના જોખમ વિશે તેને શાસ્ત્રીય પદ્ધતિથી સમજાવી શકાતું નથી અને તેથી તેને એ વિશે કહેવા માટે “ડર” ના મનોવિજ્ઞાનનો આશરો લેવામાં આવે છે. બાળક માતા-પિતાની નજરથી દૂર જતું ન રહે એ માટે તેને “બાવો લઈ જશે…”, અથવા બાળકને જીદ કરીને રડતું રોકવા “જો કીડી મરી ગઈ…” જેવી વાતો દરેકે દરેક પરિવારમાં જોઇએ જ છીએ.

કોઈ જોખમ સામે ડરાવવા માટે બાળકને જે કંઈ કહેવામાં આવે છે એવી જ વાતો સાધુ-સંતો અણસમજુ સમાજને કહે ત્યારે તેનો સંદર્ભ બુદ્ધિજીવીઓ પામી શકતા નથી, અને એ જ એમની અપરિપક્વતા છે.

સમાજ તેના પ્રારંભકાળથી વિવિધ ખંડમાં વહેંચાયેલો હોય છે. કેટલાક લોકોમાં સાહજિક સમજ, વ્યવહારુ જ્ઞાન અને પરિપક્વતા હોય છે. કેટલાક લોકો આવા લોકોને જોઇને શીખતા હોય છે. તો કેટલાક લોકો અણસમજુ જ રહી જાય છે. એવા લોકોને સમજાવવા માટે ધર્મ-સંપ્રદાય-કથા-પ્રવચનનો સહારો લેવામાં આવે છે.

અને આવી કથા-વાર્તામાં સાધુ-સંતો શાસ્ત્રીય કે વૈજ્ઞાનિક પદ્ધતિથી જ્ઞાન આપી ન શકે. એમણે સામાન્ય માનવીને સમજાય એવી ભાષામાં અને ક્યારેક આત્યંતિક ડરની ભાષામાં વાત કરવી પડે.

આટલી સામાન્ય વાત શહેરી વિસ્તારોમાં રહેતા બુદ્ધિજીવીઓને કેમ સમજાતી નહીં હોય?

ધાર્મિક પ્રવચન દરમિયાન આત્યંતિક ઉદાહરણ આપતા સાધુ-સંત ઉપર ગુસ્સે થઈ જતાં બુદ્ધિજીવી માતા કે બુદ્ધિજીવી પિતાને કેમ એ યાદ નથી રહેતું કે તેમણે પોતાનાં બાળકોને આત્યંતિકતાથી ડરાવ્યાં હતાં? અને ત્યારે દેખીતી રીતે આ બુદ્ધિજીવી માતા-પિતાનો ઇરાદો પોતાનાં સંતાનને મુશ્કેલીથી બચાવવાનો જ હતોને?

કમનસીબ હકીકત એ પણ છે કે, શહેરી વિસ્તારોમાં રહેતા બુદ્ધિજીવીઓ તમામ સનાતની-હિન્દુઓ પાસે એક સરખા આઈક્યુની, એક સરખી સમજદારીની, એક સરખી પરિપક્વતાની આશા-અપેક્ષા રાખતા હોય છે. ત્યારે સવાલ એ થાય કે, આવી આશા-અપેક્ષા રાખવી એ બાબત જ બુદ્ધિજીવીઓની અપરિપક્વતા સાબિત નથી કરતી?

અપવિત્રતા, પાપ જેવા શબ્દો સમાજને તેની મર્યાદામાં રાખવા માટે હોય છે. અને એ શબ્દોનો ઉપયોગ કરનાર સાધુ-સંતોનો ઇરાદો સમાજના કલ્યાણનો જ હોય છે. એ પ્રક્રિયામાં ક્યાંક ક્યારેક કોઈ સાધુ-સંત લક્ષ્મણ રેખાની બહાર નીકળી જાય એનો અર્થ એવો નથી હોતો કે આખો સંપ્રદાય કે પછી તમામ સાધુ-સંતોને ખોટા જાહેર કરી દેવા.

“લાલ વર્તુળ”ના અભિયાનમાં સપડાઈ ગયેલા બુદ્ધિજીવીઓ શું ખાતરીપૂર્વક કહી શકે એમ છે કે, તેમણે પોતે, અથવા તેમની સંસ્થાએ, અથવા તેમના માતા-પિતાએ, અથવા તેમના ગુરુઓએ…કદી કોઈ ભૂલ કરી નથી?

અંતે, હું ખૂબ મોટેથી ગાઈવગાડીને કહેવા માગું છું કે, સ્વામિનારાયણ સંપ્રદાય અને તેની સાથે સર્વગ્રાહી રીતે સનાતન ધર્મના મૂળ સિદ્ધાંતો સ્ત્રીઓનું સર્વોચ્ચ સન્માન કરે જ છે. સ્ત્રી સહિત તમામ માનવનું ગૌરવ સ્વામિનારાયણ સંપ્રદાય અને સાથે સાથે સમગ્ર સનાતન સમાજ માટે એક સાહજિક ધર્મ છે. ક્યાંક કોઈ ઘટનાને કે કોઈ એક નિવેદનને ઉપાડીને સમગ્ર સંપ્રદાય અને સમગ્ર ધર્મને બદનામ કરવા નીકળેલા લોકો સામે સામાન્ય પ્રજાએ સાવધ રહેવાની જરૂર છે. અર્બન નક્સલીઓના પ્રભાવમાં આવીને ભરમાશો નહીં. તમારો સંપ્રદાય અને તમારો ધર્મ ખૂબ મજબૂત છે…અને એટલે જ તેને તોડી પાડવા માટે વારંવાર હુમલા થાય છે.

રાષ્ટ્રવાદ અને ધર્મને અપરાધની શ્રેણીમાં મૂકવાનું બંધ કરો

  • અર્બન નક્સલીઓ તેમજ જેહાદીઓ પછી હવે તટસ્થતાના બુરખા ઓઢીને નીકળેલા પત્રકારો-રાજકીય સમીક્ષકો પણ રાષ્ટ્રવાદ અને હિન્દુત્વને અપરાધની શ્રેણીમાં મૂકવા લાગ્યા છે. રાષ્ટ્રવાદ અને હિન્દુત્વની વાત કરવી એ જાણે કોઈ મોટો ગંભીર ગુનો હોય એ રીતે જાહેરમાં તેના પ્રત્યે અણગમો વ્યક્ત કરે છે. સેક્યુલારિઝમના બુરખા નીચે થતી આ પ્રવૃત્તિ બંધ કરો

— અલકેશ પટેલ

રાષ્ટ્રવાદ અને હિન્દુત્વની વાતોને, રાષ્ટ્રવાદ અને હિન્દુત્વના સમર્થકોને ગુનેગાર ઠેરવવાની “સેક્યુલર બદમાશી” આમ તો નવી નથી, પરંતુ હવે પાણી નાકથી ઉપર જઈ રહ્યું છે. શિક્ષણ-ફિલ્મ-નાટક ક્ષેત્રમાં બેઠેલા અર્બન નક્સલીઓ તેમજ પોતાને ડાબેરી ગણાવતા પરંતુ હકીકતે ગળથૂથીમાં જેહાદી માનસિકતા ધરાવતા એક્ટિવિસ્ટો અનેક દાયકાથી રાષ્ટ્રવાદ જાણે કોઈ ગુનો હોય એવો અપપ્રચાર કરતા રહ્યા છે અને હવે તેની સાથે આ તત્વોએ હિન્દુત્વના સમર્થકોને પણ અપરાધની શ્રેણીમાં ધકેલવાનું શરૂ કર્યું છે. આજે આ ચિંતા અને આક્રોશ એટલા માટે વ્યક્ત કરું છું કે, દાયકાઓ જૂની એ સેક્યુલર બદમાશીનો ભોગ બનીને હવે મીડિયામાં બેઠેલા “કથિત તટસ્થો” પણ રાષ્ટ્રવાદ અને હિન્દુત્વ શબ્દોને જાહેરમાં ધિક્કારવા લાગ્યા છે!

શક્ય છે કે આ “કથિત તટસ્થો” કોંગ્રેસ અને અર્બન નક્સલીઓની ઇકો-સિસ્ટમનો ભોગ બન્યા હોય. સેક્યુલર બદમાશોની મોડસ ઓપરેન્ડી સમજવાનું બધા માટે શક્ય નથી હોતું. આ બદમાશો માટે બોલકા મવાળો સોફ્ટ-ટાર્ગેટ હોય છે. સેક્યુલર બદમાશો “કથિત તટસ્થો”ના વખાણ કરીને, તેમને નાના-મોટા આર્થિક લાભ કરાવીને ઓબ્લિગેશનમાં લાવી દે છે. છેવટે તેનું પરિણામ એ આવે છે કે એ “કથિત તટસ્થો” પણ જાહેરમાં સેક્યુલર બદમાશોની ભાષા બોલવા લાગે છે. આ “કથિત તટસ્થો” પણ રાષ્ટ્રવાદ અને ધર્મ (હિન્દુત્વ) જાણે અપરાધ હોય એવી રીતે તેને જાહેરમાં અપમાનિત કરવા લાગે છે.

આ સમગ્ર ઘટનાક્રમ અત્યંત જોખમી સ્તરે આવી પહોંચ્યો છે, કેમ કે એક તરફ આ “કથિત તટસ્થો”ને જેહાદી માનસિકતામાં કશું જ ખોટું લાગતું નથી. નાની નાની વાતમાં “વિક્ટિમ કાર્ડ” રમનારા તત્વો મૂળભૂત રીતે જેહાદી છે એવી સમજ આ ભોળા “કથિત તટસ્થો”ને પડતી નથી. અને સામે રાષ્ટ્રવાદ અને હિન્દુત્વની વાત કરનારા જાણે સૌથી ક્રુર લોકો હોય- જાણે આતંકવાદીઓ કરતાં પણ ખતરનાક હોય- જાણે સમગ્ર માનવજાતના દુશ્મનો હોય એવા કુપ્રચારમાં જોડાઈ જાય છે, જોડાઈ રહ્યા છે.

કમનસીબે “કથિત તટસ્થો”એ પણ બુરખો ઓઢી લીધો છે. તેમને હવે એ દેખાતું નથી કે 700-800-1000 વર્ષથી માર ખાતો રહેલો, સંખ્યાની દ્રષ્ટિએ સંકોચાતો રહેલો સરેરાશ હિન્દુ આજ સુધી નથી રાષ્ટ્રવાદના નામે હિંસક બન્યો કે નથી ધર્મના નામે. બે-ચાર હિન્દુ આક્રમકતા બતાવે તેને એક આખી હિન્દુ સભ્યતા અને સંસ્કૃતિ સાથે જોડી દેવાના સેક્યુલર બદમાશોના કાવતરાંમાં આ “કથિત તટસ્થો” બુરખા ઓઢીને જોડાઈ ગયા છે તેની સામે સાવધાન થવું જરૂરી જ નહીં, આવશ્યક પણ છે.

આ “કથિત તટસ્થો”ને શાહીનબાગનું ગેરકાયદે દબાણ પણ સ્વાભાવિક અને સાહજીક લાગે છે, પરંતુ તેની વિરુદ્ધ રાષ્ટ્રવાદની અપીલ કરનારા દેશપ્રેમી લોકોને વિલન ચીતરી રહ્યા છે! શા માટે? શું કોઈ દેશને – શું કોઈ દેશની મૂળભૂત પ્રજાને પોતાના ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ કરવાનો અધિકાર નથી? સદીઓથી સંકોચાઈ રહેલા અને આજની તારીખે દેશના 30 રાજ્યમાંથી 8 થી 10 રાજ્યોમાં લઘુમતીમાં આવી ગયેલા હિન્દુઓને શું રાષ્ટ્રવાદ અને પોતાના ધર્મની વાત કરવાનો પણ અધિકાર નથી?

એક તરફ પશ્ચિમ ભારતમાં લૂંટારા ઘૂસતા રહ્યા, મંદિરો તોડતા રહ્યા-સંપત્તિ લૂંટતા રહ્યા, તલવારના જોરે લાખોનું ધર્માંતર કરાવ્યું અથવા એ તલવારથી રહેંસી નાખ્યા, બીજી તરફ મેક્સમુલર જેવા વિદેશી ખ્રિસ્તી ધર્માંધ વ્યક્તિએ ઊભી કરેલી નકલી આર્યન થીયરીના સહારે દક્ષિણ ભારતમાં હિન્દુત્વ વિરોધી દ્રવિડિયન ચળવળ ચલાવી, ત્રીજી તરફ પૂર્વ ભારતમાં ચૂપચાપ મોટાપાયે ખ્રિસ્તી ધર્માંતર થતા રહ્યા અને કોંગ્રેસી શાસકો આંખે પાટા બાંધીને બેસી રહ્યા, ચોથી તરફ ઉત્તર ભારતમાં જમ્મુ-કાશ્મીરમાં 1990ના દાયકામાં માનવ ઇતિહાસના સૌથી ખતરનાક સંહાર પૈકી એક સંહાર ખેલાયો અને એ પહેલાં 1947માં ધર્મના નામે ભારતના ભાગલા કરીને જેહાદીઓએ લાખો ભારતીયોની હિંસા કરી-લાખોને બેઘર બનાવ્યા…આ બધું થયું ત્યારે સેક્યુલર બદમાશો બુરખા ઓઢીને સૂઈ રહ્યા…પણ હવે મૂળ ભારતીય પોતાની અસ્મિતા, પોતાની સંસ્કૃતિ, પોતાના સંસ્કારો માટે જાગૃત થયો છે અને થઈ રહ્યો છે ત્યારે એ જ સેક્યુલર બદમાશો સફાળા જાગીને ભારત પ્રત્યે ઝેર ફેલાવવાની ફૂટટાઈમ કામગીરીમાં લાગી ગયા છે. એક સરેરાશ હિન્દુ પોતાના ધર્મ અને રાષ્ટ્રને ચાહે એમાં સેક્યુલર બદમાશો અને “કથિત તટસ્થો”ને પેટમાં શા માટે દુઃખે છે? આ તત્વો રાષ્ટ્ર અને ધર્મને ચાહતા સરેરાશ હિન્દુઓ કોઈ અપરાધ કરી રહ્યા હોય એવું શા માટે ફીલ કરાવવા માગે છે?

તેની સામે ધર્મ અને રાષ્ટ્રવાદમાં માનતા લોકોએ પણ વધારે મક્કમ થવાની – વધારે બોલકા થવાની જરૂર છે. સેક્યુલર બદમાશો તેમજ તેમની પીઠ ઉપર સવાર “કથિત તટસ્થો”ને જાહેરમાં તરત જ જવાબ આપો કેમ કે તમે કશું ખોટું નથી કરતા, તમે કોઈ અપરાધ નથી કરતા. રાષ્ટ્રવાદ અને ધર્મના રક્ષણ માટે બોલવું માનવજાતિનો જન્મજાત સ્વભાવ છે. કુટિલ અને બદમાશ માર્ક્સવાદીઓ-સામ્યવાદીઓના કાવતરાંથી સાવધાન રહેવાની અત્યારે સૌથી વધુ જરૂર છે. આ તમામ તત્વો આપણા મહાન દેશને ગૃહ-યુદ્ધ (સિવિલ વૉર) તરફ દોરી જવા મથી રહ્યા છે. સેક્યુલર બદમાશ તત્વોને જેહાદી બુરખાશાહી પસંદ છે, પરંતુ સૌથી પ્રાચીન છતાં સૌથી વધુ આધુનિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ધરાવતા હિન્દુ ધર્મ પ્રત્યે સૂગ છે. હજુ થોડો સમય છે – સાચી સ્થિતિ ઓળખી લો અને “કથિત તટસ્થો”ને ચોક્કસ જગ્યાએ લાત મારીને દૂર કરી દો. એ દૂર થશે તો સેક્યુલર બદમાશો આપોઆપ મર્યાદામાં રહેશે. “કથિત તટસ્થો”ના કવર-ફાયર વિના સેક્યુલર બદમાશો અને તેમની બુરખાશાહી ટકી શકે નહીં. આ એક પ્રકારની ઇકો-સિસ્ટમ (આર્થિક સલામતીનું ચક્ર) છે જેને તોડવી રહી. જે ધર્મપ્રેમી રાષ્ટ્રવાદીઓ ગૃહ-યુદ્ધ-સિવિલ વૉર ઇચ્છતા ન હોય તેમણે સેક્યુલર બદમાશો-“કથિત તટસ્થો” વચ્ચેની ઇકો-સિસ્ટમ તોડવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે…બલ્કે બચવું હશે તો ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. ચતુર કરો વિચાર-અલકેશ પટેલ.

…હું પણ હિન્દુ હતો!

હું હિન્દુ છું

કદી કોઈ વાત સમજ્યો નથી

કદી કોઈ વાત સમજવા માગતો નથી

તમે મને કહેશો- દેશ માટે એક થા,

હું કહીશ- દેશ? માય ફૂટ!

તમે મને કહેશો- ધર્મ માટે સંગઠિત થા,

હું કહીશ- ધર્મ? નો વે…આઈ એમ સેક્યુલર!

હું હિન્દુ છું

કદી કોઈ વાત સમજ્યો નથી

કદી કોઈ વાત સમજવા માગતો નથી

મને તો મારા પૈસામાં રસ છે

મારે મન તો વાડી, ગાડી અને લાડી

એ..ય ને મજ્જાની લાઇફ

અરે પણ સાંભળ

તારા પાડોશીઓ ભ્રષ્ટ થઈ રહ્યા છે

તારું મંદિર ભ્રષ્ટ થઈ રહ્યું છે

એમ! તો મારે શું?

હું હિન્દુ છું

કદી કોઈ વાત સમજ્યો નથી

કદી કોઈ વાત સમજવા માગતો નથી

અરે સાંભળ…

તારી વાડી ગઈ…

એમ! વાંધો નહીં,

હજુ ગાડી અને લાડી તો છે ને!

એયયય સાંભળ

તારી ગાડી પણ ગઈ…

એમ! વાંધો નહીં,

લાડી તો છે ને!

એ ભોળિયા…

આ લાડી પણ ગઈઈઈ!

એમ! વાંધો નહીં,

મને તો કશું નથી થયુંને?

હું હિન્દુ છું

કદી કોઈ વાત સમજ્યો નથી

કદી કોઈ વાત સમજવા માગતો નથી

પણ…પણ

બધું ખોઈ બેઠા પછી હવે એકલો શું કરીશ?

કંઈ નહીં,

બસ, હવે મને ભ્રષ્ટ કરનારાઓના કોઠે બેસી જઈશ

અને ઘૂંઘરું બાંધીને ગાઈશ…

…હું પણ હિન્દુ હતો

કદી કશું સમજ્યો નહોતો

કદી કશું સમજીશ નહીં…

  • અલકેશ પટેલ/મહા સુદ એકમ, 2076 (25-01-2020) શનિવાર